એક સાથે ભેગા બેસી ખાઓ અને અલ્લાહનું નામ લો, તેમાં તમારા માટે બરકત કરવામાં આવશે

એક સાથે ભેગા બેસી ખાઓ અને અલ્લાહનું નામ લો, તેમાં તમારા માટે બરકત કરવામાં આવશે

વહશી બિન્ હર્બ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે ખાવાનું ખાઈએ છીએ પરંતુ તેનાથી સંતુષ્ટ થતા નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કદાચ તમે અલગ અલગ ખાતા હશો»? સહાબાઓએ કહ્યું: હા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક સાથે ભેગા બેસી ખાઓ અને અલ્લાહનું નામ લો, તેમાં તમારા માટે બરકત કરવામાં આવશે».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

કેટલાક સહાબાઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, અમે ખાવાનું ખાઇએ છીએ પરંતુ અમે તેનાથી સંતુષ્ટ થતા નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: કદાચ તમે અલગ અલગ બેસી ખાતા હશો; શું તમે એકલા બેસીને ખાવ છો? સહાબાઓએ કહ્યું: હા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ભેગા બેસીને ખાઓ, અલગ અલગ ન ખાઓ, ખાતી વખતે અલ્લાહનું નામ પણ લો, અર્થાત્: બિસ્મિલ્લાહ કહો, અલ્લાહ તમને તેમાં બરકત આપશે અને તમે સંતુષ્ટ પણ થઈ જશો.

فوائد الحديث

ભેગા બેસી ખાવું, બિસ્મિલ્લાહ પઢી ખાવું, તે ખાવામાં બરકત અને સંતુષ્ટ થવાનું કારણ છે.

વિભાજન સંપૂર્ણ રીતે ખરાબ છે અને એકતામાં ભલાઈ છે.

ભેગા બેસીને ખાવું તેમજ બિસ્મિલ્લાહ બોલીને ખાવા પર ઉભાર્યા છે.

સિન્દીએ કહ્યું : ભેગા બેસીને ખાવાથી ખાવામાં બરકત ઉતરે છે અને અલ્લાહનું નામ લેવાથી શેતાન ખોરાક સુધી પહોંચતો જ નથી.

التصنيفات

ખાવાપીવાના આદાબ