‌નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ…

‌નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «‌નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે».

[قال النووي: حديث حسن] [رواه ابن ماجه والبيهقي وغيرهما]

الشرح

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે નીચે વર્ણવેલ ત્રણ સ્થિતિમાં અલ્લાહ તમારી ઉમ્મત પરથી ગુનાહ માફ કરી દીધા છે: પહેલી: ભૂલથી થવાવાળા ગુનાહ, અર્થાત્ એવા ગુનાહ જે ઇરાદાપૂર્વક કરવામાં ન આવ્યા હોય, ઉદાહરણ તરીકે એક મુસલમાન કંઈ કામ કરવાનો ઈરાદો કરે અને તેનાથી બીજું જ કંઈક થઈ જાય. બીજી સ્થિતિ: ભૂલચુકથી થઈ જનાર ગુનાહ અર્થાત્ કોઈ મુસલમાન કંઈક વાત યાદ તો હોય પરંતુ કરતા સમયે ભૂલી જાય, આવું થવા પર કોઈ ગુનોહ નથી. ત્રીજી સ્થિતિ: જબરજસ્તી કરવામાં આવતા ગુનાહ: ક્યારેક એવું થાય છે, માનવીને કોઈ એવું કામ કરવા પર મજબુર કરવામાં આવે, જેને તે કરવા ઇચ્છતો ન હોય, અને તેની પાસે માહોલનો મુકાબલો કરવાની પણ ક્ષમતા નથી હોતી, આવી પરિસ્થિતિમાં પણ તેના પર કોઈ ગુનોહ નથી. અહીંયા યાદ રાખજો કે આ હદીષનો સબંધ એવા ગુનાહથી છે, જે અલ્લાહ અને તેના બંદા વચ્ચે હોય, કોઈ અનિવાર્ય કાર્યને ભૂલી જવાથી તે કાર્યની ભરપાઈ થતી નથી, એવી જ રીતે કોઈ ભૂલથી કામ કરવા પર જો કોઈ સર્જનને નુકસાન પહોંચે, તો તેની ભરપાઈ કરવી પડશે, ઉદાહરણ તરીકે ભૂલથી કોઈનું કતલ થઈ જવું, તો તેની ભરપાઈ કરવી પડશે, એવી જ રીતે કોઈની ગાડીનું નુકસાન કરી દીધું, તો તેનો પણ દંડ આપવો પડશે.

فوائد الحديث

બંદા પર -સર્વશ્રેષ્ઠ- અલ્લાહની અત્યંત કરુણા કે તે આ પ્રમાણેના ગુનાહની પકડ કરતો નથી.

મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની ઉમ્મત પર અલ્લાહની કૃપા અને તેની દયા.

ગુનાહ ન થવાનો અર્થ એ નથી કરી આદેશ લાગુ નહિ પડે, અને દંડ ભરવો નહીં પડે ઉદાહરણ તરીકે કોઈ વઝૂ કરવાનું ભૂલી ગઈ અને તે એ સમજે કે મેં વઝૂ કરેલું જ છે, નમાઝ પઢી લે તો તેને ગુનોહ તો નહીં થાય, પરંતુ વઝૂ કરી નમાઝ ફરીવાર પઢવી પડશે.

બળજબરીથી કરાવવામાં આવેલ ગુનાહ (પાપ) માટે અમુક શરતો હોવી જોઈએ, ઉદાહરણ તરીકે બળજબરી કરનાર તે કામ કરવા પર કુદરત ધરાવતો હોય, જેની ધમકી તે આપી રહ્યો છે.

التصنيفات

સર્વ શ્રેષ્ઠ અલ્લાહ પર ઈમાન