અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે

અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે અલ્લાહ પાસે દરેક જગ્યામાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે; કારણકે તે અનુસરણનું ઘર છે, તકવાનો પાયો છે, તેમજ તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે: કારણકે ત્યાં સૌથી વધારે ધોખો, વ્યાજ, જૂઠી કસમો, વચનભંગ તેમજ અલ્લાહના ઝિક્રથી દૂરી માટેનો સ્ત્રોત છે.

فوائد الحديث

મસ્જિદો અને તેની જગ્યાની પવિત્રતા; કારણકે તે જગ્યાએ વધુમાં વધુ અલ્લાહનું નામ લેવામાં આવે છે.

આ હદીષમાં મસ્જિદોને પકડી રાખવા પર જોર આપ્યું છે, તેની તરફ વધુમાં વધુ જવું, અલ્લાહની મોહબ્બત અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, અને બજારોમાં ઓછું ધ્યાન દોરવું જોઈએ, ફક્ત જરૂરત પ્રમાણે જ જવું જોઈએ, કારણકે તે અવજ્ઞાના સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મસ્જિદ બરકત ઉતરવાની જગ્યા છે અને બજાર તેની વિરુદ્ધ.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત, મસ્જિદ માટે કેટલાક આદેશો