આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે

આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તેના પેટને માટી સિવાય કોઈ વસ્તુ ભરી શકતી નથી અને અલ્લાહ તૌબા કબુલ કરનારની તૌબા કબૂલ કરે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈ વસલ્લમએ કહ્યું: આદમની સંતાનને બે વાદી (ખીણ) ભરીને સોનું પણ આપવામાં આવે, તો તે લાલસા કરતા ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તે મૃત્યુ સુધી બરાબર લાલસા કરતો રહેશે અહીં સુધી કે તેનું પેટ કબરની માટી ભરી દે શે.

فوائد الحديث

માલ અને અન્ય દુન્યવી સુખો મેળવવાની માણસની ઇચ્છાની તીવ્રતા વર્ણન.

ઈમાં નવવી રહિમહુલ્લાહએ કહ્યું: દુનિયા લોભી અને વધુ પ્રાપ્તિની ઈચ્છા તેમજ તેની તરફ ઈચ્છાની નિંદા કરવામાં આવી છે.

અલ્લાહ તઆલા તે લોકોની તૌબા કબૂલ કરે છે, જેઓ નિંદનીય ગુનાહથી તૌબ કરે છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષની મૂળ શરૂઆત આદમના સંતાનની દુનિયા પ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છાથી થઈ, અને તેની પુષ્ટિ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના આદેશથી (અલ્લાહ તૌબા કબૂલ કરનારની તૌબા કબૂલ કરે છે) થાય છે.

التصنيفات

નિંદનીય અખલાક, દુનિયાનો લોભની નિંદા