વઝૂ ખૂબ સારી રીતે કરો, આંગળીઓમાં ખિલાલ કરો, અને નાકમાં પાણી સારી રીતે પહોંચાડો, જો તમે રોઝાથી હોવ, તો વધારે ન ચઢાવશો

વઝૂ ખૂબ સારી રીતે કરો, આંગળીઓમાં ખિલાલ કરો, અને નાકમાં પાણી સારી રીતે પહોંચાડો, જો તમે રોઝાથી હોવ, તો વધારે ન ચઢાવશો

લકીત બિન્ સબિરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું બનૂ મુન્તફિક જૂથનો સરદાર બની અથવા બનૂ મુન્તફિક સાથે જોડાવી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમ પાસે આવ્યો, જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમની પાસે આવ્યા, તો આપ ઘરમાં ન મળ્યા, અમને આયશા રઝી અલ્લાહુ અન્હા મળ્યા, તેમણે અમારા માટે ખઝીરા (એક પ્રકારનું ભોજન) તૈયાર કરવાનો આદેશ આપ્યો, તે તૈયાર કરવામાં આવ્યું, અમારા સામે થાળી લાવવામાં આવી, (કુતૈબહએ પોતાની રિવાયતમાં "કન્નાઅ" શબ્દનો ઉપયોગ નથી કર્યો, કન્નાઅ તે થાળી અથવા વાસણને કહે છે, જેમાં ખજૂર મુકેલી હોય છે) પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્લમ આવ્યા અને કહ્યું: «શું તમે કંઈ ખાધું? અથવા તમારા માટે કંઈ વસ્તુ તૈયાર કરવામાં આવી છે? અમે જવાબ આપ્યો, હા, હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! અમે આપની સાથે બેઠા હતા કે અચાનક એક ભરવાડ પોતાની બકરીઓ બાળ તરફ લઈ ગયો, તેની સાથે એક બકરીનું બચ્ચું હતું, જે અવાજ કરી રહી હતું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે ફલાણા વ્યક્તિ! શું જન્મ્યું, (નર કે માદા)?» તેણે જવાબ આપ્યો: માદા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તેની જગ્યાએ અમારા માટે એક બકરી ઝબેહ કરો», પછી (લકીત)ને કહ્યું: આ પ્રમાણેનો વિચાર તમારા દિલમાં ન આવે, લકીત રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે અહીંયા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લા તહસિબન્ન» «લા તહસબન્ન» નથી કહ્યું, «અમે તેને તમારા માટે ઝબેહ કર્યું છે, પરંતુ વાત એવી છે કે અમારી પાસે સો બકરીઓ છે, અમે તેને વધારવા નથી માંગતા, એટલા માટે જ્યારે કોઈ વચ્ચું જન્મે છે તો અમે તેના બદલામાં એક બકરી ઝબેહ કરી દઇએ છીએ», લકીત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારી એક પત્ની છે, જેની જબાન ખૂબ ચાલે છે, (હું શું કરું)? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને તલાક આપી દો», મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! એક સમય સુધી અમે સાથે રહ્યા છે, તેનાથી મારા સંતાનો પણ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને ભલામણ કરો, જો તેનામાં ભલાઈ હશે તો તમારું અનુસરણ કરશે, તમારી વાત માનશે, અને તમે પોતાની પત્નીઓને આ રીતે ન મારો, જે રીતે તમે તમારી દાસીઓને મારો છો», પછી મેં કહ્યું: અલ્લાહના પયગંબર! મને વઝૂ વિશે જણાવો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વઝૂ ખૂબ સારી રીતે કરો, આંગળીઓમાં ખિલાલ કરો, અને નાકમાં પાણી સારી રીતે પહોંચાડો, જો તમે રોઝાથી હોવ, તો વધારે ન ચઢાવશો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

લકીત બિન સબુરહ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે મારા કબીલા બનૂ મુન્તફિકના અન્ય લોકો સાથે આવ્યો, અને કહ્યું: તો અમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરે ન મળ્યા, અમને આયશા રઝી અલ્લાહુ અન્હા મળ્યા, તેમણે અમારા માટે ચરબી અને લોટ બન્ને ભેગી કરીને બનાવવામાં આવેલ ખાવાનું તૈયાર કરવાનો આદેશ આપ્યો, અને અમારા માટે એક થળીમાં ખજૂર રજૂ કરી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: શું તમારા માટે ભોજનનો બંદોબસ્ત થઈ ગયો છે? અમે કહ્યું: હા, લકીતે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બેઠા હતા અને એટલામાં જ એક ભરવાડ પોતાની બકરીઓને તેની જગ્યા પર લઈ જઈ રહ્યો હતો, એક બકરી બચ્ચાના જન્મ લઈને ખૂબ ચીસો પાડી રહી હતી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું જન્મ થઇ? તેણે કહ્યું: માદા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો અમારા માટે તેના બદલામાં એક બકરી ઝબેહ કરો: એવું ના વિચારો કે અમે તકલીફ લઇ તમારા માટે તેને ઝબેહ કરી રહ્યા છે, પરંતુ અમારી પાસે ફક્ત સો બકરીઓ છે, અને અમે નથી ઇચ્છતા કે તે આ સંખ્યા કરતાં વધુ થાય, તેથી જો કોઈ નવું બાળક જન્મે છે, તો અમે તેના બદલામાં એક બકરી ઝબેહ કરીએ છીએ, લકીતે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારી એક પત્ની છે, તેની જબાન બહુ ચાલે છે, અપશબ્દો પણ બોલે છે, તેની સાથે હું કેવો વ્યવહાર કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તો તેણીને તલાક આપી દો. લકીતે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારા લગ્નના ઘણા વર્ષ થઈ ગયા છે અને તેનાથી મારા બાળકો પણ છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તમે તેને શિખામણ આપે, જો તેનામાં ભલાઈ હશે, તો તમારી શિખામણ કબૂલ કરશે, તમે પોતાની પત્નીને તે પ્રમાણે સખત માર ન મારશો, જે પ્રમાણે તમે પોતાની દાસીઓને મારતા હોવ છો. પછી લકીત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને વઝૂ વિશે જણાવો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: વઝૂ કરતી વખતે સંપૂર્ણ પાણી તેના અંગો સુધી પહોંચાડો, દરેક અંગનો હક અદા કરો, તેની ફરજ અને સુન્નત કાર્યો ન છોડો, હાથ અને પગ ધોતી વખતે આંગળીઓ વચ્ચે ખિલાલ કરો, તેમજ નાકમાં પાણી વધુ ચઢાવો, અંદર ખેંચતી વખતે પણ અને કાઢતી વખતે પણ, પરંતુ જો રોઝાની સ્થિતિમાં હોય, તો પાણી વધુ ન ચઢાવશો.

فوائد الحديث

મહેમાનનું સન્માન કરવું શરીઅતનો આદેશ છે.

વઝૂમાં અંગોમાં ધોવા બાબતે બે પ્રકાર છે: ૧. જે ધોવું જરૂરી છે, જેના ધોયા વગર વઝૂ પૂરું નહીં થાય, જેનો અર્થ દરેક અંગો ધોવા અને તેની જગ્યાના સંપૂર્ણ રીતે ધોવી, ૨. મુસ્તહબ ધોવું, જેને ધોયા વગર વઝૂ થઈ જશે, જેનો અર્થ જરૂરી ધોયા વગર બીજી અને ત્રીજી વાર ધોવું, જે મુસ્તહબ (સારું કાર્ય) છે.

હાથ અને પગ ધોતી બન્નેની આંગળીઓ વચ્ચે ખિલાલ કરવો મુસ્તહબ છે, બન્નેની વચ્ચે ખાલી જગ્યામાં પાણી પહોંચાડવું પણ મુસ્તહબ છે.

ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: સહાબીના સવાલ કરવા પર વઝૂ માટે જરૂરી અંગોનું વર્ણન; કારણકે સવાલ કરનાર અસલમાં વઝૂ બાબતે જાણતો હતો.

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સારા ગુણો માંથી એક તે છે બીજાઓની લાગણીઓ પ્રત્યે તેમની ચિંતા અને તેમના મનોવિજ્ઞાન પ્રત્યેનો તેમનો વિચાર.

આ હદીષ એ વાતનો પુરાવો છે કે વઝૂ કરતી વખતે કોગળા કરવા અનિવાર્ય છે.

આ હદીષ દલીલ છે કે નાકમાં પાણી ચઢાવતી વખતે વધારો કરવો મુસ્રહબ અમલ છે, પરંતુ જો રોઝાથી હોય, તો તેના માટે મુસ્તહબ નથી; કારણકે જો નાકમાં પાણી વધુ ચઢાવીશું તો બની શકે છે કે તે ગળાના માર્ગે અંદર જઈ શકે છે અને રોઝાને અમાન્ય કરી શકે છે.

આ હદીષમાં તે વાતનો પુરાવો છે કે ઇસ્લામ સ્વીકારનારા દરેક વ્યક્તિએ હિજરત કરવી જરૂરી નથી; કારણ કે બનુ મુન્તફિક અને અન્ય લોકોએ સ્થળાંતર કર્યું ન હતું, પરંતુ તેમના પ્રતિનિધિમંડળો મોકલ્યા હતા, એવી જ રીતે જો તે એવી જગ્યાએ હોય, જ્યાં તે ધર્મ પ્રગટ કરી શકે, તો આ છૂટ છે.

التصنيفات

વુઝુની સુન્નતો અને આદાબ