અલ્લાહ તેના બંદાઓ પર આના કરતાં પણ વધારે દયાળુ છે, જેટલું આ સ્ત્રી પોતાના બાળક પ્રત્યે દયા દાખવી રહી છે

અલ્લાહ તેના બંદાઓ પર આના કરતાં પણ વધારે દયાળુ છે, જેટલું આ સ્ત્રી પોતાના બાળક પ્રત્યે દયા દાખવી રહી છે

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે કેટલાક કેદીઓને લાવવામાં આવ્યા, કેદીઓમાં એક સ્ત્રી હતી, જે દોડી રહી હતી, એટલામાં જ એક બાળક તેને તે કેદીઓ સાથે મળ્યો, તેણીએ તેને તરત જ છાતીએ લગાવ્યો અને તેને દૂધ પીવડાવવા લાગી, અમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પૂછ્યું : શુ તમે અનુમાન લગાવી શકો છો કે આ સ્ત્રી પોતાના બાળકને આગમાં નાખી પણ શકે છે? અમે કહ્યું : અલ્લાહની કસમ! કદાપિ નહિ, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે કહ્યુ : અલ્લાહ તેના બંદાઓ પર આના કરતાં પણ વધારે દયાળુ છે, જેટલું આ સ્ત્રી પોતાના બાળક પ્રત્યે દયા દાખવી રહી છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

હવાઝિન કબીલાના કેટલાક કેદીઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે લાવવામાં આવ્યા, એક સ્ત્રી પોતાના નાના બાળકને શોધી રહી હતી, જ્યારે તેનું બાળક તેને મળી ગયું, તેણે તેની છાતીથી લગાવી તેને દૂધ પીવડાવવા લાગી, તેનું દૂધ છાતીમાં એકઠું થવાથી તેને નુકસાન થઈ રહ્યું હતું, એટલા માટે તેણે બાળક મળતાની સાથે જ પોતાનો છાતીએ લગાવી દૂધ પીવડાવવા લાગી, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે સહાબાઓને કહ્યું શું તમે અનુમાન લગાવી શકો છો કે આ સ્ત્રી પોતાના બાળકને આગમાં ફેંકી શકે છે? અમે કહ્યું : કદાપિ નહિ, તે આવું નહિ કરે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે કહ્યુ : અલ્લાહની કસમ !અલ્લાહ પોતાના મુસ્લિમ બંદાઓ માટે આના કરતા પણ વધારે દયાળુ છે.

فوائد الحديث

પોતાના બંદાઓ માટે અલ્લાહની વિશાળ રહમત, તે તેમના માટે ભલાઈ, જન્નત અને જહન્નમથી નજાત ઈચ્છે છે.

ઘટનાઓનો ઉપયોગ કરતા લોકોને શિક્ષા અને માર્ગદર્શન આપવું.

મોમિન માટે જરૂરી છે કે તે પોતાના પાલનહાર પ્રત્યે સારું અનુમાન રાખે, અલ્લાહનો ડર રાખતા અને તેના દીન પર અડગ રહેતા તેનાથી નાસીપાસ ન થવું જોઈએ, કારણકે અલ્લાહ વિશાળ રહમત વાળો છે.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત