પહેલાના સમયમાં એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો

પહેલાના સમયમાં એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો

સુહૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: પહેલાના સમયમાં એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો, જ્યારે તે જાદુગર વૃદ્ધ થઈ ગયો તો તેણે જાદુગરને કહ્યું : ખરેખર હું વૃદ્ધ થઈ ગયો છું, એટલા માટે તમે મારી પાસે એક છોકરો મોકલો જેને હું જાદુ શીખવાડી શકું, બાદશાહે એક છોકરાને તેની પાસે જાદુ શીખવા માટે મોકલ્યો, જ્યારે બાળક તેની પાસે આવતા રસ્તા વચ્ચે એક રાહીબ હતો, છોકરો તે રાહીબ પાસે બેઠો અને તેની વાતો સાંભળવા લાગ્યો, બાળકને તે રાહીબની વાત ખૂબ પસંદ આવી, જ્યારે પણ બાળક જાદુગર પાસે આવતો તો રસ્તામાં રાહીબ પાસે બેસીને તેની વાતો સાંભળીને આવતો, વિલંબથી આવવાના કારણે જાદુગર તે બાળકને ખૂબ મારતો, તેણે તે જાદુગરની ફરિયાદ રાહીબને કરી, રાહીબે કહ્યું કે જો તને જાદુગરથી ડર લાગતો હોય તો તું કહી દે કે મને મારા ઘરવાળાઓએ રોકી રાખ્યો હતો અને જો ઘરવાળાઓથી ભય હોય તો તું કહી દે કે મને જાદુગરે રોકી રાખ્યો હતો, એકવાર એક જંગલી જાનવરે લોકોનો માર્ગ રોકી રાખ્યો હતો, જ્યારે છોકરો ત્યાંથી પસાર થયો તો તેણે કહ્યું કે આજે હું જાણવા માગું છું કે રાહીબ સાચો છે કે જાદુગર? તેણે એક પથ્થર ઉઠાવ્યો અને કહ્યું કે હે પાલનહાર! જો તારી પાસે આ રાહીબનો માર્ગ જાદુગરના માર્ગ કરતા શ્રેષ્ઠ હોય તો તો તું આ પથ્થર વડે જાનવરને કતલ કરી દે, જેથી લોકો અવરજવર કરી શકે, પછી છોકરાએ તે પથ્થર જાનવરને માર્યો તો જાનવર મરી ગયું, લોકોની અવરજવર શરૂ થઈ ગઈ, છોકરો રાહીબ પાસે આવ્યો અને સંપૂર્ણ સ્થિતિ જણાવી, રાહીબે તેને કહ્યું કે બેટા તુ (ગુણવત્તા)માં મારા કરતાં પણ વધી જશે, નજીકમાં જ તારી કસોટી કરવામાં આવશે જ્યારે તારી કસોટી કરવામાં આવે તો મારું નામ ન કહેતો, તે છોકરો જનમથી આંધળા તેમજ કોઢી વ્યક્તિને સાજો કરી દેતો જો કે દરેક બીમાર વ્યક્તિને અલ્લાહની મદદથી સાજા કરી દેતો, બાદશાહનો એક નિકટ વ્યક્તિ બીમાર થઈ ગયો, તેણે છોકરા વિશે સાંભળ્યું હતું, તે ઘણી ભેટ લઈ બાળક પાસે આવ્યો અને કહ્યું કે જો તે મને સાજો કરી દીધો તો આ બધી ભેટ તારા માટે, બાળકે કહ્યું કે હું તો કોઈને શિફા નથી આપતો, શિફા તો અલ્લાહ તઆલા આપે છે, જો તમે અલ્લાહ પર ઇમાન લઈ આવશે તો હું અલ્લાહથી દુઆ કરીશ કે તે તને શિફા આપે, પછી તે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લઈ આવ્યો તો અલ્લાહએ તેને શિફા આપી,તે વ્યક્તિ બાદશાહ પાસે આવ્યો અને બેસી ગયો, જે પ્રમાણે તે પહેલાં બેસતો હતો, બાદશાહે કહ્યું કે તારી દ્રષ્ટિ કોણે પાછી લાવી? તેણે કહ્યું કે મારા પાલનહારે, બાદશાહે કહ્યું કે મારા સિવાય બીજો કોઈ તારો પાલનહાર છે? તેણે કહ્યું કે મારો અને તારો પાલનહાર અલ્લાહ છે, બાદશાહ તેને પકડી લીધો અને સજા આપવા લાગ્યો, છેવટે તે વ્યક્તિએ બાદશાહને તે છોકરાનું નામ બતાવી દીધું. તેને ફલાણા પર્વત પર લઈ જાઓ, અને તેને તે પર્વતની ચોટી પર ચઢાઓ, જો તે પોતાના ધર્મથી ફરી જાય તો તેને છોડી દેજો, અને જો તે ઇન્કાર કરી લે તો તે પર્વતની ચોટી પરથી ફેંકી દેજો, પછી બાદશાહના દરબારીઓ તેને પર્વતની ચોટી પર લઈ ગયા, તો તે બાળકે કહ્યું : હે અલ્લાહ ! તું મારા માટે પૂરતો છે, જેવી રીતે તું ઈચ્છે મને બચાવી લે, તે પર્વત પર તરત જ એક ધરતીકંપ આવ્યો, જેના કારણે બાદશાહના એલિચિઓ પડી ગયા, અને તે બાળક ચાલતા ચાલતા ફરી બાદશાહ પાસે આવી ગયો, બાદશાહે તે બાળકને પૂછ્યું કે તારા સાથીઓનું શુ થયું? બાળકે કહ્યું : અલ્લાહ પાકે તેમનાથી મને બચાવી લીધો, પછી બાદશાહે તેના કેટલાક સાથીઓને બાળકને સોંપ્યું અને કહ્યું કે તેને એક નાનકડી હોડીમાં દરિયાની વચ્ચે લઈ જાઓ, જો તે પોતાના ધર્મથી ફરી જાય તો સારું, નહિ તો તેને દરિયામાં ધક્કો મારી દેજો, તે લોકો તે બાળકને લઈ ગયા, બાળકે કહ્યું, હે અલ્લાહ! તું જે રીતે ઈચ્છે મને તેમનાથી બચાવી લે, પછી તે હોડી બાદશાહના તે સાથીઓને લઈ ડૂબી ગઈ, અને તે બાળક બચી ગયી તે ફરીવાર બાદશાહ પાસે આવ્યો, બાદશાહે તે બાળકને કહ્યું : તારા સાથીઓનું શુ થયું? બાળકે કહ્યું કે અલ્લાહ તઆલાએ મને તેમનાથી બચાવી લીધો, પછી બાળકે બાદશાહને કહ્યું : તું મને ત્યાં સુધી નહીં મારી શકે જ્યાં સુધી હું તને જે તરીકો બતાવું તેના પર તું અમલ ન કરે, બાદશાહે કહ્યું કે તે તરીકો કયો છે? બાળકે કહ્યું કે દરેક લોકોને એક મેદાનમાં ભેગા કરો, અને મને ફાંસીના ફાંદા પર લટકાવો, પછી મારા તીરકશ માંથી એક તીર લો, તે તીરને કમાનની વચ્ચે સેટ કરો, અને કહો : તે અલ્લાહના નામથી જે તે બાળકનો પાલનહાર છે, પછી મને તીર મારો, જો તમે આમ કરશો, તો મને કતલ કરી શકશો, પછી બાદશાહે લોકોને એક મેદાનમાં ભેગા કર્યા, અને તે બાળક ને ફાંસી પર લટકાવી દીધો, પછી તેના તીરકશ માંથી એક તીર લીધું અને કમાનની વચ્ચે વચ્ચે મૂક્યું, અને કહ્યું : તે અલ્લાહના નામથી જે આ બાળકનો પાલનહાર છે, પછી તે તીર તે બાળકને માર્યું, તો તે તીર તે બાળકના કપાળ અને કાનની વચ્ચે વાગ્યું, તે બાળકે પોતાનો હાથ તીર વાગવાની જગ્યા પર મુક્યો અને તે મરી ગયો, તો દરેક લોકોએ કહ્યું : અમે આ બાળકના રબ પર ઇમાન લઈ આવ્યા, અમે આ બાળકના રબ પર ઇમાન લઈ આવ્યા અમે આ બાળકના રબ પર ઇમાન લઈ આવ્યા, બાદશાહે જોયું તેને કહેવામાં આવ્યું કે જેનો ભય હતો તે જ થયું, અર્થાત લોકો ઇમાન લઈ આવ્યા, બાદશાહે ગલીઓના કિનારે ખાડો કરવાનો આદેશ આપ્યો, ખાડો ખોદવામાં આવ્યા અને તેમાં આગ સળગાવવામાં આવી, અને બાદશાહે આદેશ આપ્યો કે જે વ્યક્તિ આ બાળકના દીનથી ન ફરે તેને તે ખાડામા નાખી દો, અથવા તેને જ કહેવામાં આવે કે આ ખાડામાં કૂદકો મારી દે , લોકોએ આમ જ કર્યું, અહીં સુધી કે એક સ્ત્રી આવી જેની સાથે તેનું બાળક પણ હતું, તે સ્ત્રી આગમાં કૂદકો મારવાથી પાછળ હટી, તો બાળકે કહ્યું કે હે માતા! સબર કર કારણકે તું સત્ય માર્ગ પર છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પહેલાની કોમમા એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો, જ્યારે તે જાદુગર વૃદ્ધ થઈ ગયો, તો તેણે બાદશાહને કહ્યું: ખરેખર હું વૃદ્ધ થઈ ગયો છું, મારી પાસે એક યુવાન છોકરાને મોકલો, જેથી હું તેને જાદુ શીખવાડી દઉં. જાદુ શીખવા માટે બાદશાહે તેની પાસે એક યુવાનને મોકલ્યો, તે યુવાન છોકરો જ્યારે જાદુ શીખવા આવતો, તો તેના રસ્તામાં એક રાહીબ (આલીમ) હતો, એકવાર તે રાહીબ પાસે બેઠો અને તેણે રાહીબની વાતો સાંભળી, તેને ઘણો આશ્ચર્ય થયો, જ્યારે પણ તે જાદુ શીખવા આવતો તે એકવાર રાહીબ સાથે બેસતો અને તેની વાતો સાંભળતો, જાદુગર મોડું થવાના કારણે તેને ખૂબ મારતો, તેણે રાહીબને ફરિયાદ કરી દીધી, રાહીબે કહ્યું: જો તને જાદુગરથી ડર લાગે તો તું કહી દેજે કે મને મારા ઘરવાળાએ રોકી રાખ્યો હતો અને જ્યારે તું ઘરવાળાઓ પાસે મોડેથી પહોંચો અને ડર લાગતો હોય તો કહી દેજે જાદુગરે મને રોકી રાખ્યો હતો, આ વચ્ચે એકવાર જંગલી જાનવરે લોકોનો રસ્તો રોકી રાખ્યો હતો, તેણે કહ્યું કે આજે મને ખબર પડી જશે કે જાદુગર શ્રેષ્ઠ છે કે રાહીબ? તેણે એક પથ્થર ઉઠાવ્યો અને કહ્યું: હે અલ્લાહ! જો તારી સમક્ષ રાહીબની વાતો જાદુગરની વાતો કરતા સાચી હોય તો તું આ જાનવરને મારી નાખ, જેથી લોકો અવરજવર કરી શકે, આ કહી તેણે પથ્થર માર્યો તો જાનવર મરી ગઈ અને લોકોની અવરજવર પણ ચાલુ થઈ ગઈ, તે રાહીબ પાસે આવ્યો અને તેણે સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો, રાહીબે તેને કહ્યું: હે દીકરા! તું મારા કરતાં વધુ ગુણવત્તા ધરાવે છે, હું જોઈ રહ્યો છું કે તું આગળ વધી રહ્યો છે, નજીકમાં જ તારી કસોટી કરવામાં આવશે, જ્યારે તારી કસોટી કરવામાં આવે, તો તું મારું નામ ન લેજે, અને તે છોકરો જન્મથી આંધળા અને કોઢી બીમારને સારું કરી દેતો, તેમજ અલ્લાહના આદેશથી તેની પાસે દરેક બીમારીની સારવાર થઈ જતી, એક વ્યક્તિ જે બાદશાહના નિકટ લોકો માંથી હતો, તે આંધળો હતો, તે ઘણી ભેટો લઈ છોકરા પાસે આવ્યો અને કહ્યું: જો તું મને સાજો કરી દેશે તો આ દરેક ભેટો તારી. છોકરાએ કહ્યું: હું કોઈને શિફા નથી આપતો, શિફા તો ફક્ત અલ્લાહ જ આપે છે, જો તું તેના પર ઇમાન લાવીશ તો હું દુઆ કરીશ, અલ્લાહ જરૂર તને શિફા આપશે, તે ઇમાન લઈ આવ્યો અને અલ્લાહએ તેને શિફા આપી, તે બાદશાહ પાસે આવ્યો અને તેના દરબારમા હાજરી આપવાનું શરૂ કર્યું, બાદશાહે તેને કહ્યું: તારી દ્રષ્ટિ કોણે પાછી લાવી આપી? તેણે કહ્યું: મારા પાલનહારે, બાદશાહે કહ્યું: મારા વગર બીજો કોણ પાલનહાર છે? તેણે કહ્યું: મારો અને તારો પાલનહાર અલ્લાહ જ છે. તેણે તેને પકડી લીધો અને ખૂબ સજા આપી અહીં સુધી કે તેણે તે બાળકનું નામ આપી દીધું, છોકરાને બોલાવવામાં આવ્યો, તેને બાદશાહે કહ્યું: હે દીકરા તારી પાસે એવું કેવું જાદુ આવી ગયું છે કે તું જન્મથી આંધળા અને કોઢી બીમાર વ્યક્તિને સાજો કરી દે છે, અને આમ આમ કરે છે. છોકરાએ કહ્યું: હું ક્યારેય કોઈને સાજો નથી કરી શકતો, શિફા તો બસ અલ્લાહ જ આપે છે, તેણે તેને પકડી લીધો અને ખૂબ સજા આપી, છેવટે તેણે તે રાહીબનું નામ આપી દીધું. રાહીબને બોલાવવામાં આવ્યો, અને કહેવામાં આવ્યું કે તું તારા દીનથી પાછો ફરી જા, તેણે ઇન્કાર કર્યો, તો રાજાએ એક કરવત લાવવાનો આદેશ આપ્યો અને તેના માથાના મધ્ય ભાગમાં મૂકી બે ટૂકડા કરી દેવામાં આવ્યા. પછી રાજાના દરબારીને બોલવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું: પોતાના દીનથી ફરી જાઓ, તો તેણેઇન્કાર કરી દીધો, તેને પણ માથાની વચ્ચે કરવત મૂકી બે ટુકડા કરી દેવામાં આવ્યા. પછી છોકરાને કહેવામાં આવ્યું કે તું તારા દીનથી પાછો ફરી જા, તેણે પણ ઇન્કાર કર્યો, બાદશાહે પોતાના ત્રણ થી દસ સાથીઓ મોકલ્યા. અને કહ્યું : આને ફલાણા પર્વત પર લઈ જાઓ, પર્વતની ઊંચી ટોચ પર લઈ જઈ, તેને પોતાના દીનથી ફરી જવાનું કહેજો, જો તે ફરી જાય તો છોડી દેજો અને જો તે ના ફરે તો તેને નીચે ફેંકી દેજો, તે લોકો પર્વતની ચોટી પર ગયા, છોકરાએ કહ્યું : હે અલ્લાહ ! તું મારા માટે પૂરતો થઈ જા, પર્વત પર ધરતીકંપ આવ્યો અને સખત હરકત કરવા લાગ્યો, બાદશાહે મોકલેલા લોકો જ નીચે પડી ગયા, અને તે બાળક ચાલતા બાદશાહ પાસે આવ્યો. બાદશાહે કહ્યું : તારી સાથે મારા સાથીઓ ક્યાં ગયા? કહ્યું : અલ્લાહ તેમના માટે પૂરતો છે. એક બીજી ટુકડી તેણે ઉભી કરી અને કહ્યું : આને એક નાનકડી હોડીમાં બેસાડી દરિયાની વચ્ચે લઈ જાઓ, જો તે પોતાના દીનથી ફરી જાય તો તેને છોડી દેજો અને જો તે ના ફરે તો વચ્ચે ડૂબાડી દેજો. તે લોકો ગયા, બાળકે કહ્યું : હે અલ્લાહ ! તું મારા માટે પૂરતો થઈ જા, હોડી બેકાબુ થવા લાગી અને તે સૌ ડૂબી ગયા, અને બાળક બાદશાહ પાસે ચાલતો આવી ગયો, બાદશાહે કહ્યું : મારા સાથીઓ ક્યાં છે? બાળકે કહ્યું : અલ્લાહ પૂરતો થઈ ગયો, બાળકે બાદશાહને કહ્યું : તું મને આ રીતે કતલ નહિ કરી શકે, જો તું મને કતલ કરવા ઇચ્છતો હોય તો હું જે પ્રમાણે કહું તેમ કર. બાદશાહે કહ્યું : કંઈ રીતે? બાળકે કહ્યું : એક ખુલ્લા મેદાનમાં લોકોને ભેગા કર, મને એક ઝાડની ડાળી પર લટકાવી દે, મારા તીરકશ માંથી એક તીર કાઢી, તીરને કમાનમાં લગાવી કહો, બિસ્મિલ્લાહિ રબ્બલ્ ગુલામી, આ છોકરાના પાલનહારના નામથી, જો તું આમ કરીશ તો જ મને મારી શકીશ, એટલા માટે તેણે લોકોને એક જગ્યાએ ભેગા કર્યા, તેને ઝાડ પર ફાંસી પર લટકાવી દીધો, તેના તીરકશ માંથી એક તીર કાઢી, પછી તેને કમાનની વચ્ચે વચ્ચ નિશાન લગાવ્યું, અને બિસ્મિલ્લાહ પઢી, અલ્લાહના નામથી જે આ છોકરાનો પાલનહાર છે, પછી તીર માર્યું, તે તીર તેના કાન અને આંખની વચ્ચે લાગ્યું, તેણે તીરને તે જગ્યા પર હાથ લગાવી, અને તેનું મૃત્યુ થઈ ગયું. લોકોએ કહ્યું : અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, બાદશાહ આયો અને તેણે કહ્યું : શુ તમે જોવો છો તો પણ ડરતા નથી? અલ્લાહની કસમ તારી સાથે પણ તે જ થયું જેનો ભય હતો કે લોકો તે છોકરાને પાલનહાર પર ઇમાન લઈ આવશે, ગલીઓના કિનારે મોટા મોટા ખાડા ખોડાવ્યા, તેમાં આગ લગાવી, અને એક એક કરીને બધાને લાવવામાં આવતા અને કહેવામાં આવ્યું કે જે કોઈ પોતાના દીનથી પાછો ન ફરે તેને અંદર નાખી દો, બાદશાહના આદેશ પ્રમાણે એવું જ કરવામાં આવ્યું, એક સ્ત્રી પોતાના નાના બાળકને લઈને આવી, થોડીક વાર સ્ત્રી ત્યાં ઉભી રહી અને આગથી ડરવા લાગી, પરંતુ બલ્કે કહ્યું : હે મારી માતા! સબર કર કારણકે તું સત્ય માર્ગ પર છે.

فوائد الحديث

અવલિયા વ્યક્તિઓના ચમત્કાર, જેવા કે બાળકનું પથ્થર મારી જંગલી જાનવરનું મરી જવું, બ બે વખત બાળકનું દુઆ કરવું, દુધપિતા બાળકનું બોલવું.

અલ્લાહ સુબ્હાનહુ પર ભરોસો કરનારની મદદ

સબર અને દીન પર અડગ રહેવાની મહ્ત્વતાનું વર્ણન

શરૂ શરૂની ઉંમરમા શિક્ષા પ્રાપ્ત કરવાની હિકમત; યુવાનની સ્થિતિમા વૃદ્ધ કરતા યાદ કરવાની ક્ષમતા વધારે હોય છે.

બાળકનું મજબૂત ઇમાન અને એ કે તે પોતાના ઇમાનથી સહેજ પણ ડગમગ્યો નહિ

મુસીબતમાં સપડાયેલો વ્યક્તિ જ્યારે અલ્લાહ સામે દુઆ કરે તો અલ્લાહ તેની દુઆ જરૂર કબૂલ કરે છે.

મુસ્લિમોના જાહેર હિતમાં કોઈ વ્યક્તિ પોતાને નુકસાન પહોંચાડી શકે છે. આ યુવાને રાજાને એવી વાત કહી, જે તેને મારી નાખશે અને તેનું જીવન બરબાદ કરી દેશે. તેણે પોતાના ભાથામાંથી એક તીર લેવું જોઈએ, તેને ધનુષ્યમાં મૂકવું જોઈએ અને કહેવું જોઈએ: અલ્લાહના નામે, યુવાનના પાલનહાર.

યુદ્ધ અને તેના જેવા અન્ય કિસ્સાઓમાં જૂઠું બોલવાની અને પોતાને વિનાશથી બચાવવાની છૂટ.

મોમિનની કસોટી તેના મજબૂત ઇમાન અને સત્ય માર્ગ પર અડગ રહેવા પ્રમાણે લેવામાં આવે છે, પછી તેને પોતાના પ્રાણ પણ કેમ ગુમાવવા ન પડે.

અલ્લાહ તરફ બોલાવવા પર તેમજ સત્યના સ્પષ્ટ કરવા પર કુરબાની

બંદાઓના દિલ અલ્લાહના હાથમાં છે, તે જેને ઈચ્છે હિદાયત આપે છે અને જેને ઈચ્છે ગુમરાહ કરી દે છે, બાળકને હિદાયત ત્યારે મળી, જ્યારે તે જાદુગર અને કમનસીબ બાદશાહની દેખરેખ હેઠળ હતો

અલ્લાહથી દુઆ કરવી જાઈઝ છે કે તે તેને એવી વસ્તુ કે નિશાની બતાવે, જેના કારણે સત્ય અને યકીન સ્પષ્ટ થઈ જાય.

મોમિન લોકો અલ્લાહએ તેમને આપેલી દરેક વસ્તુનો ઉપયોગ તેમના ધર્મની સેવા કરવા અને લોકોને તેમના માર્ગ તરફ બોલાવવા માટે કરે છે.

નષ્ટતાનું કારણ અલ્લાહના હાથમાં છે, જો તે ઇચ્છશે તો અમલમા લાવશે અને ઇચ્છશે તો કાપી નાખશે.

કાફિરોનું ઇમાન લાવવા માટે પુરાવાની કમી નથી હોતી પરંતુ તેઓ પોતાના વિદ્રોહ અને અહમના કારણે વિખેરાયેલા છે.

આ દુનિયાના સુખોને ટકાવી રાખવા માટે અત્યાચારી અને જુલમી બધા લોકોને મારી નાખવા તૈયાર હોય છે.

જે લોકો ખોટું કરે છે તેમને અલ્લાહ એવી જગ્યાએથી સજા કરે છે જ્યાંથી તેમને અપેક્ષા પણ ન હોય. લોકોએ છોકરાની અડગતા, તેના આહ્વાનની સત્યતા અને અલ્લાહ ખાતર દોષનો ડર ન રાખતા તેનામાં વિશ્વાસ કર્યો.

આ બાળક ઈસા અ.સ. સિવાય પારણામાં બોલનારાઓ પણ હતો, આ શબ્દો આપણને સમજાવે છે, : "પારણામાં ફક્ત ત્રણ જ બોલ્યા..." અને તેમણે તેમનો ઉલ્લેખ કર્યો, અને તેમને ઇઝરાયલના બાળકો સુધી મર્યાદિત રાખ્યા, બીજા કોઈને નહીં.

التصنيفات

ઉપદેશકોનું જીવન અને તેમની ફરજો, અગાઉની કોમના કિસ્સા અને તેમની પરિસ્થિતિઓ