હે હકીમ, આ માલ જોવામાં સુંદર અને ખાવામાં ખૂબ મીઠો હોય છે

હે હકીમ, આ માલ જોવામાં સુંદર અને ખાવામાં ખૂબ મીઠો હોય છે

હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે માલ માંગ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને આપ્યો, ફરી મેં માલ માગ્યો, તો બીજી વાર પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને આપ્યો, અને પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે હકીમ, આ માલ જોવામાં સુંદર અને ખાવામાં ખૂબ મીઠો હોય છે, જે કોઈ તેને લોભ વિના પ્રાપ્ત કરશે તો તેમાં બરકત આપવામાં આવશે અને જે લોભ સાથે લેશે, તો તેને તેમાં બરકત આપવામાં નહીં આવે, અને તે તે વ્યક્તિ માફક હોય છે, જે ખાય છે, પરંતુ સંતુષ્ટ નથી થતો, ઉપર વાળો હાથ નીચે વાળા હાથ કરતા શ્રેષ્ઠ છે», હકીમ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તે ઝાતની કસમ, જેણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હું આજ પછી ક્યારેય કોઈની પાસે નહીં માંગુ, અહીં સુધી કે દુનિયાથી જતો રહીશ, જ્યારે અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ હકીમ રઝી અલ્લાહુ અન્હુને કંઈક આપવા માટે બોલાવતા, તો તેઓ લેવાથી ઇન્કાર કરતા, ત્યાર પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ કંઈક લેવા માટે બોલાવતા, તો તેમને પણ ઇન્કાર કરી દેતા, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે મુસલમાનો! હું તમને હકીમના વિશે સાક્ષી બનાવું છું કે માલે ફયમાં જે તેમનો હક છે, મેં તેમને આપવા માટે રજૂ કર્યો, પરતું તેમણે લેવાથી ઇન્કાર કરી દીધો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી તેમણે કોઈની પાસે કંઈ જ ન માગ્યું, અહીં સુધી કે તેમનું મૃત્યુ થઇ ગયું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે દુનિયાનો સામાન માંગ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને આપ્યો, બીજી વાર માંગ્યો તો બીજી વાર પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપ્યો, ત્રીજી વાર માંગ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે હકીમ, આ માલ સુંદર અને લોભ્યો છે, જે વ્યક્તિ તેને માંગ્યા વગર પ્રાપ્ત કરશે, એને તેને કોઈ પણ પ્રકારના લોભ અને લાલસા વગર પ્રાપ્ત કરશે, તો અલ્લાહ તેમાં બરકત આપશે, અને જો કોઈ વ્યક્તિ તેને લોભ, લાલસા અને મનેચ્છા સાથે પ્રાપ્ત કરશે, તો અલ્લાહ તેમાંથી બરકત ઉઠાવી લેશે, અને તે વ્યક્તિ તેની માફક છે, જે ખાવાનું ખાઈ છે, પરંતુ તે સંતુષ્ટ નથી થતો, ઉપર વાળો, ખર્ચ કરવાવાળો હાથ શ્રેષ્ઠ છે, નીચે વાળા હાથ, લેવાવાળા હાથ કરતા, હકીમ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તે ઝાતની કસમ! જેમણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હવેથી હું ક્યારેય કોઈની પાસે માલ નહીં માગું, જ્યાં સુધી મારું મૃત્યુ નથી જાય. આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમના ખલીફા અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ જ્યારે હકીમ રઝી અલ્લાહુ અન્હુને કંઈક આપવા માટે બોલાવતા, તો તેઓ ઇન્કાર કરી દેતા, ત્યાર પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ તેમને કંઈક આપવા માટે બોલાવતા, તો પણ લેવાથી ઇન્કાર કરી દેતા, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે મુસલમાનોનું જૂથ! તમે લોકો તે વાત પર સાક્ષી રહેજો કે મેં હકીમ રઝી અલ્લાહુ અન્હુને માલે ફય જે કાફિરો પાસેથી મુસલમાનોને યુદ્ધ અને જંગ વગર જ પ્રાપ્ત થાય છે, તેમાંથી તેમનો ભાગ આપ્યો, પરંતુ તેમને લેવાથી ઇન્કાર કરી દીધો, હકીમ રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી, તેમના મૃત્યુ સુધી કોઈની પાસે માલ ન માંગ્યો.

فوائد الحديث

હલાલ સ્ત્રોત દ્વારા પૈસા કમાવવા અને એકઠા કરવા તે દુનિયા થી અળગા થઇ જવા વિરુદ્ધ નથી, કારણકે સાચી પરહેજગારી તો આત્માની ઉદારતા અને અને સંપત્તિથી અલગ રહેવું છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉત્તમ ઉદારતાનું વર્ણન, તેઓ માંગનારને ખૂબ આપતા હતા, આપણે થોડો પણ ગરીબી કે લાચારીનો ભય ન હતો.

નિખાલસતા સાથે સલાહ આપવી અને સહાય પૂરી પાડતી વખતે ભાઈઓને લાભ પહોંચાડવા માટે ઉત્સુક રહેવું; કારણ કે આત્મા સારા શબ્દોથી લાભ મેળવે છે.

લોકો પાસેથી પૈસા માંગવાથી દૂર રહેવું અને તેને ટાળવું, ખાસ કરીને જ્યારે તેની કોઈ જરૂર ન હોય.

આ હદીષમાં માલ પ્રત્યે લોભ અને વધુ પ્રમાણમાં સવાલ કરવાની નિંદા કરવામાં આવી છે.

જો પ્રશ્ન પૂછનાર (માંગવાવાળો) પૂછવાનું ચાલુ રાખે, તો તેને દૂર કરવામાં, નિરાશ કરવામાં, તેને સલાહ આપવામાં અને તેને પવિત્ર રહેવા અને લેવા માટે ઉત્સુક ન રહેવાનો આદેશ આપવામાં કંઈ ખોટું નથી.

કોઈ પણ વ્યક્તિ બૈતુલ્ માલ માંથી કંઈપણ લેવાનો હકદાર નથી સિવાય કે ઇમામ જેને આપે, કારણકે ગનીમતના માલનું વિભાજન થતા પહેલાં તેના પર કોઈનો અધિકાર નથી.

જરૂરત વખતે સવાલ કરી શકાય છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં કહેવામાં આવ્યું કે ઇમામે માંગનારની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી તેની માંગમાં રહેલા નુકસાન વિશે સમજાવવું ન જોઈએ, જેથી તેની સલાહ અસરકારક રહે, અન્યથા તે એવું વિચારશે કે આ તેને તેની જરૂરિયાતથી રોકવાનું કારણ છે.

હકીમ રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા અને તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આપેલ વચન પર મૃત્યુ સુધી અડગ રહ્યા.

ઈમામ ઇસ્હાક બિન રાહવય્હ રહિમહુલ્લાહએ કહ્યું: હકીમ રઝી અલ્લાહુ અન્હુ તેમના મૃત્યુ સમયે કુરૈશના સૌથી ધનિક લોકોમાંના એક હતા.

التصنيفات

દુનિયાનો લોભની નિંદા