શું તમારા માંથી કોઈ તે વાત પર સક્ષમ નથી કે એક દિવસમાં એક હજાર નેકીયો કમાવી લે?

શું તમારા માંથી કોઈ તે વાત પર સક્ષમ નથી કે એક દિવસમાં એક હજાર નેકીયો કમાવી લે?

સઅદ બિન્ અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમારા માંથી કોઈ તે વાત પર સક્ષમ નથી કે એક દિવસમાં એક હજાર નેકીયો કમાવી લે?» આપની સાથે બેઠેલા સહાબાઓ માંથી એકે સહાબીએ સવાલ કર્યો: કોઈ એક દિવસમાં એક હજાર નેકીઓ કંઈ રીતે કમાવી શકે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે સો વખત સુબ્હાનલ્લાહ કહે, તો તેના માટે એક હજાર નેકીઓ લખવામાં આવે છે, અથવા એક હજાર ગુનાહ માફ કરવામાં આવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓને સવાલ કર્યો: શું તમારા માંથી કોઈ એક દિવસમાં એક હજાર નેકીઓ મેળવવા માટે સક્ષમ નથી?! તો બેઠેલા સહાબાઓ માંથી એકે સવાલ કર્યો: એક વ્યક્તિ કંઈ રીતે એક દિવસમાં એક હજાર નેકીઓ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સો વાર "સુબ્હાનલ્લાહ" કહો; તેના દ્વારા એક હજાર નેકીઓ લખવામાં આવશે; કારણકે એક નેકીનો બદલો દસ બરાબર લખવામાં આવે છે, અથવા એક હજાર ગુનાહ માફ થઈ જશે.

فوائد الحديث

આ હદીષમાં નેકીઓ પ્રાપ્ત કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે; કારણકે તે આજ્ઞાપાલન માટેની સીડી ગણવામાં આવે છે.

તસ્બીહ અને ઝિક્રની મહત્ત્વતા; કારણકે આ અમલ ખૂબ જ સરળ છે, જેમાં વ્યક્તિને સહેજ પણ તકલીફ થતી નથી, અને તેના દ્વારા ભવ્ય સવાબ મળે છે.

વિલંબ કર્યા વગર સહાબા સતત નેકીઓના કામોમાં આગળ રહેતાં હતાં.

એક નેકીનો બદલો દસ ગણો આપવામાં આવે છે, અલ્લાહ તઆલા કહે છે: {જે એક નેકી લઈને આવશે તો અમે તેને દસ નેકી બરાબર સવાબ આપીશું} [અલ્ અન્આમ: ૧૬૦], અને બદલો આપવામાં સૌથી નીચેના ભાગનું વળતર છે, વધુમાં વધુ તો એક નેકીનો બદલો સાત સો ગણો આપવામાં આવે છે, જેવું કે હદીષમાં વર્ણન થયું છે.

કેટલીક રિવાયતોમાં "અવ" ના બદલામાં "વાવ" નું વર્ણન થયું છે, જેવું કે અથવા ગુનાહ માફ.... ઈમામ કારીએ કહ્યું: અવના બદલામાં વાવ વર્ણન થવાથી અર્થમાં કંઈ તફાવત થતો નથી, અને એવું લાગે છે કે તેનો અર્થ: જે કોઈ તે તસબીહ કહેશે, તેના માટે એક હજાર નેકી લખવામાં આવશે, જો તેના કોઈ પાપ હોય તો તે થોડા માફ કરવામાં આવશે અને થોડો સવાબ મળશે, અને શક્ય છે કે "અથવા" નો અર્થ વાવનો હોય, અથવા "અવ" નો અર્થ હોય, તો પછી તે બંને તેના માટે ભેગા થશે, અને અલ્લાહની કૃપા તેનાથી પણ વધુ વ્યાપક છે, અથાત્ત તેના માટે નેકીઓ લખવામાં આવશે અને તેના હજાર ગુનાહ દૂર કરવામાં આવશે.

التصنيفات

અલ્લાહનો ઝિકર કરવાના ફાયદા