પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ અલ્લાહ કબૂલ કરે છે

પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ અલ્લાહ કબૂલ કરે છે

ઉમ્મે દરદાઅ અને અબૂદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે: «પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ અલ્લાહ કબૂલ કરે છે, દુઆ કરનાર પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો નક્કી કરવામાં આવે છે જ્યારે પણ તે પોતાના ગેરહાજર ભાઈ માટે દુઆ કરે છે તો નક્કી કરેલ ફરિશ્તો કહે છે: અલ્લાહ કબૂલ કરે અને (દુઆ કરનાર) ને પણ તેના જેવું જ આપે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ કબૂલ કરવામાં આવે છે; કારણકે તેમાં અત્યંત નિખાલસતા હોય છે, તેની પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો નક્કી કરવામાં આવે છે, જ્યારે પણ દુઆ કરનાર પોતાના ભાઈ માટે દુઆ કરે છે, તો નક્કી કરેલ ફરિશ્તો કહે છે: આમીન અને તમારા માટે પણ તે જે તમે દુઆ કરી.

فوائد الحديث

મોમિનોએ એક બીજા પ્રત્યે ઉપકાર કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, ભલે તે દુઆ દ્વારા પણ કેમ ન હોય.

ગેરહાજર ભાઈ માટે દુઆ કરવી સાચા ઇમાન અને ભાઈચારાની નિશાની છે.

દુઆને ગેરહાજર સાથે વર્ણન કરવી; કારણકે તે પોતાના ભાઈ પ્રત્યે નિખાલસતા અને દિલની હાજરી દર્શાવે છે.

કોઈની ગેરહાજરીમાં તેના માટે દુઆ કરવી તે દુઆ કબૂલ થવાના સ્ત્રોત માંથી છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: પોતાના ભાઈની ગેરહાજરીમાં તેના માટે દુઆ કરવાની મહત્ત્વતા, ભલેને મુસલમાનોના એક જૂથ માટે દુઆ કરવામાં આવે આ મહત્ત્વતા પ્રાપ્ત થઇ જશે, અને જો કોઈ સમગ્ર મુસલમાનો માટે પણ દુઆ કરો તે અન આ મહત્ત્વતા પ્રાપ્ત થશે, કેટલાક આપણા સદાચારી પૂર્વજો વિશે વર્ણન કરવામાં આવે છે કે જ્યારે તે પોતાના માટે કંઈ દુઆ કરતા તો પોતાના મુસલમાન માટે પણ તે જ દુઆ કરતા હતા; કારણકે તેઓ જાણતા હતા કે આ દુઆ કબૂલ કરવામાં આવશે, અને તેમને પણ તેના જેવું જ મળશે.

ફરિશ્તાઓના કેટલાક અમલનું વર્ણન, અને તેમાંથી કેટલાક એવા છે જેમનેઅલ્લાહ તઆલાએ આ કામ સોંપ્યું છે.

التصنيفات

ફરિશ્તાઓ પર ઈમાન, દુઆની મહ્ત્વતા