હે આયશા! ખરેખર અલ્લાહ દયાળુ છે અને દરેક વસ્તુમાં દયાને પસંદ કરે છે, અને તે દયાના કારણે તે દરેક વસ્તુ આપે છે જે…

હે આયશા! ખરેખર અલ્લાહ દયાળુ છે અને દરેક વસ્તુમાં દયાને પસંદ કરે છે, અને તે દયાના કારણે તે દરેક વસ્તુ આપે છે જે કઠિનતા અપનાવવા પર નથી આપતો અને ન તો તેના સિવાય અન્ય કોઈ વસ્તુ પર આપે છે

મોમિનોની માતા અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે આયશા! ખરેખર અલ્લાહ દયાળુ છે અને દરેક વસ્તુમાં દયાને પસંદ કરે છે, અને તે દયાના કારણે તે દરેક વસ્તુ આપે છે જે કઠિનતા અપનાવવા પર નથી આપતો અને ન તો તેના સિવાય અન્ય કોઈ વસ્તુ પર આપે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આયશા રઝી અલ્લાહુ અન્હાને દયા કરવા પર પ્રોત્સાહન આપી રહ્યા છે, અને ખરેખર અલ્લાહ પોતાના બંદા પ્રત્યે દયાળુ, સહનશીલ છે, તે તેમની પાસેથી દયાની આશા રાખે અને કઠિનતા નથી ઈચ્છતો, તે તેમની ક્ષમતા કરતા વધુ ભાર નથી આપતો, અને અલ્લાહ ઈચ્છે છે કે તેનો બંદો કામમાં વિનમ્રતા અને સરળતા અપનાવે; તેથી તેણે અસંસ્કારી અને કઠોર ન હોવું જોઈએ, ખરેખર અલ્લાહ દયા અને નમ્રતા માટે આ દુનિયામાં પ્રસંશનીય વખાણ. હેતુઓની પ્રાપ્તિ અને બાબતોને આગળ વધારવા માટે સરળતા આપે છે અને આખિરતમાં મહાન બદલો આપે છે, જે તે હિંસા, કઠિનતા અને ઉગ્રતા કરતા વધુ આપે છે, અને નરમી પોતાની સાથે તે દરેક વસ્તુ લાવે છે, જે બીજું કોઈ લાવતું નથી.

فوائد الحديث

આ હદીષમાં દયા અપનાવવા ને કઠોરતા ન અપનાવવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ઉમદા અખલાકમાં નમ્રતા સૌથી ઉચ્ચ દરજ્જો છે.

દયાળુ વ્યક્તિ અલ્લાહ પાસે વખાણને પાત્ર અને ભવ્ય સવાબનો હકદાર બને છે.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: કઠોરતા તે દયાની વિરુદ્ધ છે, જેનો અર્થ એ છે કે જે વ્યક્તિ દયા અને નમ્રતાથી લોકોને માર્ગદર્શન તરફ બોલાવે છે, તે હિંસા અને ગંભીરતાથી બોલાવનાર કરતાં વધુ સારો તરીકો અપનાવે છે, જો પરિસ્થિતિ બંને સ્વીકારે, પરંતુ જો પરિસ્થિતિ બંને માંથી કોઈ એકને સ્વીકારે તો તો પરિસ્થિતિ મુજબ જે જરૂરી છે તે પ્રમાણે કરવામાં આવે, અને અલ્લાહ દરેક સ્થિતિમાં સત્યને સારી રીતે જાણે છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક