હે અબૂ બકર! તે બે વ્યક્તિઓ માટે તમારું શું અનુમાન છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય

હે અબૂ બકર! તે બે વ્યક્તિઓ માટે તમારું શું અનુમાન છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય

અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં ગુફામાં મુશરિકોના પગ તરફ જોયું, તે અમારી પાસે ઉભા હતા, મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તેમાંથી એક પણ જો પોતાના પગ તરફ જોઈ લેશે, તો આપણે બન્ને નજર આવી જઈશું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અબૂ બકર! તે બે વ્યક્તિઓ માટે તમારું શું અનુમાન છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

મોમિનોના આગેવાન અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ હિજરતના સમયે કહ્યું: મેં ગારે ષોરના દ્વાર પાસે ઉભા રહેલા મુશરિકોના પગ તરફ જોયું જયારે અમે અંદર હતા, તો મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો તેમના માંથી કોઈ પોતાના પગ તરફ જોઈ લે શે, તો તે આપણને પોતાની નીચે જોઈ લે શે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ બકર! તમે તે બે વ્યક્તિ વિષે શું અનુમાન લગાવો છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય, જે તેમને વિજય, મદદ, સુરક્ષા અને વ્યવસ્થા પ્રદાન કરી રહ્યો હોય?!

فوائد الحديث

અબ્બો બકર રાજ્હી અલ્લાહુ અન્હુનું મહત્ત્વતાનું વર્ણન કે તેમને પોતાના ઘરવાળાઓ અને સંપતિને છોડી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મક્કહથી મદીનહ હિજરત કરી.

અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુની અત્યંત ચિંતા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મોહબ્બત, અને તેમના પ્રત્યે દુશ્મનોના ભયનું વર્ણન.

અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો કરી અને સાવચેતીના ડગલા અપનાવી અને સાવધ રહી, અલ્લાહની સુરક્ષા પર ભરોસો રાખવો જરૂરી છે.

અલ્લાહ તઆલાનું પોતાના નબીઓ અને વલીઓની દેખરેખ કરવી, અને તેમની મદદ દ્વારા રક્ષા કરવી, અલ્લાહઈ કહ્યું: {નિ:શંક અમે પોતાના પયગંબરોની અને ઈમાનવાળાઓની દુનિયામાં પણ મદદ કરીએ છીએ અને અને તે દિવસે પણ જરૂર મદદ કરીશું, જ્યારે સાક્ષી આપનારા ઊભા થશે}.

એક આગ્રહ કે જે કોઈ અલ્લાહ પર ભરોસો કરશે, અલ્લાહ તેના માટે પૂરતો થઈ જશે, તેને વિજય આપશે, તેની મદદ કરશે અને તેની સુરક્ષા કરશે અને સંપૂર્ણ રીતે હિફાજત કરશે.

આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમનું અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો, અલ્લાહ પર યકીન અને દરેક બાબત અલ્લાહને હવાલે કરવાનું વર્ણન.

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બહાદુરી, અને સંતુષ્ટિ.

દુશ્મનના ભયથી દીન છીનવાઈ જવાના ભયથી અને સંપૂર્ણ સાવચેતી રાખવી.

التصنيفات

જીવનચરિત્ર અને ઇતિહાસ, હિજરત