إعدادات العرض
1- જ્યારે રમઝાનના છેલ્લા દિવસ બાકી રહેતા તો આપ ﷺ રાત જાગતા, ઘરવવાળોને પણ સાથે જગાડતા અને (ઈબાદત)માં ખૂબ મહેનત કરતા અને પોતાની કમર સીધી કરી લેતા
2- નબી ﷺએ સૂરે નસ્ર આ સુરહ નાઝીલ થયા પછી કોઈ એવી નમાઝ નથી જેમાં આ શબ્દો ન કહ્યા હોય: «સુબ્હાનક રબ્બના વ બિહમ્દિક અલ્લાહુમ્મગ્ફિર લી
3- યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તે લોકોએ પયગંબરોની કબરોને મસ્જિદ (સિજદો કરવાની જગ્યા) બનાવી લીધી
4- તે દીનાર, જે તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો અને તે દીનાર જે તમે એક ગુલામને આઝાદ કરવા માટે ખર્ચ કરો છો, તેમજ તે દીનાર, જે તમે એક લાચાર પર ખર્ચ કર્યો અને એક દીનાર જે તમે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કર્યો, સવાબરૂપે આ દરેક દીનારમાં સૌથી ઉત્તમ તે દીનાર છે, જે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કરવામાં આવે
5- અને આ પ્રકારના કોઈ રોઝા નથી કે તમે કોઈ દિવસ છોડ્યા વગર સતત રોઝા રાખો, પરંતુ (દર મહિને) ત્રણ રોઝા રાખવા સંપૂર્ણ જીવન માટે પૂરતા થઈ જશે
6- જે વ્યક્તિ પાસે કોઈ જાનવર હોય અને તે તેની કુરબાની કરવા ઈચ્છતો હોય તો તે ઝિલ્ હિજ્જહના ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્ અઝ્હા સુધી પોતાના વાળ અને નખ ન કાપે
7- જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે
8- જો લોકો જાણી લેતા કે પહેલી સફ અને અઝાન આપવામાં કેટલો ભવ્ય સવાબ છે, પછી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાળવા સિવાય બીજો કોઈ ઉપાય ન રહેતો તો તેઓ તેના માટે એ પ્રમાણે જ કરતા
9- સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય
10- નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો