અકીદો - الصفحة 2

અકીદો - الصفحة 2

21- જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે: "અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિત્તામ્મતિ, વસ્સલાતિલ્ કાઇમતિ આતિ મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફઝીલહ, વબ્અષહુ મકામમ્ મહમુદલ્લઝી વઅદ્તહુ" (હે અલ્લાહ ! આ સંપૂર્ણ દઅવત અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! અમારા પયગંબર (મુહમ્મદ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમ ને વસિલો અને ઉપલબ્ધિ આપ અને તેમને મહમૂદ નામની જગ્યાએ પહોંચાડ, જેના વિશે તારું વચન છે), તો કયામતના દિવસે તેના માટે આપ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે

32- તમારા માંથી કોઈની પાસે શૈતાન આવે છે અને તેને સવાલ કરે છે કે ફલાણી વસ્તુ કોણે પેદા કરી? ફલાણી વસ્તુ કોણે પેદા કરી? અને છેલ્લે વાત અહીં સુધી પહોંચાડે છે કે તમારા પાલનહારને કોણે પેદા કર્યો? જો કોઈને આ પ્રમાણે વસ્વસો આવે તો તેણે અલ્લાહથી પનાહ માંગવી જોઈએ અને તે આ પ્રકારના શૈતાની વિચારને છોડી દે

80- એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું