મહત્ત્વતાઓ અને અદબો - الصفحة 3

મહત્ત્વતાઓ અને અદબો - الصفحة 3

45- અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે

53- શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે

59- જયારે પણ કોઈ મુસલમાન દુઆ કરે છે જેમાં કોઈ ગુનાહ અને સંબંધ તોડવાની વાત ન હોય, તો અલ્લાહ તઆલા તેને ત્રણ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જરૂર આપે છે, પ્રથમ તો તેની દુઆ મુજબ તે જ સમયે તેને આપવામાં આવે છે, અથવા તો તે દુઆને આખિરત માટે સંગ્રહ કરી લેવામાં આવે છે, અથવા તો તેના જેવી કોઈ મુસીબત, જે તેના પર આવવાની હોય છે, તે દૂર કરી દેવામાં આવે છે» રાવી કહે છે કે એમ તો વધુ દુઆઓ કરીશું, તો આપ ﷺએ કહ્યું: «અલ્લાહ તેના કરતા પણ વધારે આપવાવાળો છે

60- નબી ﷺ મુસીબતના સમયે આ દુઆ પઢતા હતા: «"લા ઇલાહ ઇલ્લ્લાહુલ્ અઝીમુલ્ હલીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતિ વ રબ્બુલ્ અર્ઝ વ રબ્બુલ્ અર્શિલ્ કરીમ" અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે મહાન છે અને અત્યંત સહનશીલ છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, જે ભવ્ય અર્શનો પાલનહાર છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી તે જ આકાશો અને જમીનનો પાલનહાર છે, અને પ્રતિષ્ઠિત અર્શનો પણ પાલનહાર છે

63- એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું

77- હવાને ગાળો ન આપો, બસ જ્યારે તમે કોઈ નાપસંદ વસ્તુ જુઓ, તો કહો: "અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક મિન ખૈરિ હાઝિહિર્ રીહિ વ ખૈરિ મા ફીહા વ ખૈરિ મા ઉમિરત બિહિ, વનઅઊઝુબિક મિન શર્રિ શર્રિ હાઝિહિર્ રીહિ વ શર્રિ મા ફીહા વ શર્રિ મા ઉમિરત બિહિ" (હે અલ્લાહ! અમે તારી પાસે આ હવાની ભલાઈ નો સવાલ કરીએ છીએ અને એ વસ્તુંની ભલાઈની જે તેમાં છે, અને તે વસ્તુની ભલાઈનો જેની સાથે તે મોકલવામાં આવી છે, અને અમે તારી પનાહ માગીએ છીએ આ હવાની બુરાઈથી અને તે વસ્તુની બુરાઈથી જે તેમાં છે અને તે વસ્તુની બુરાઈથી જેની સાથે તે મોકલવામાં આવી છે)